About JVians

JVians ગ્રૂપનાં બધાં સભ્યોની  ટૂંકમાં ઓળખાણ.

1.
હાર્દિક વ્યાસ


હાર્દિક વ્યાસ

જન્મથી મુંબઈકર. કર્મથી ફરતાં રામ.
વતનથી ભાવનગરી હાર્દિકનું હૃદય ભાવથી ભરેલું છે.
અમદાવાદ, રાજકોટ, અમરેલી અને જુનાગઢમાં પ્રાથમિક અભ્યાસ. પછીનો અભ્યાસ ભાવનગરમાં. સર ભાવસિંહજી પોલિટેકનિકમાંથી ડિપ્લોમા ઈન મિકેનિકલ એન્જિનિયરીંગ કર્યું છે અને હાલ પ્રાઈવેટ કંપનીમાં પ્રોડક્શન ઇન્ચાર્જ છે.
નાનપણથી વાંચવાનો અને મ્યુઝિકનો શોખ.
કોઈ ખાસ સમયે કાંઈ ખાસ વાંચવું એવું નક્કી નહિં પણ વાંચે ત્યારે એકસાથે ઘણા કલાકો સુધી વાંચે. મ્યુઝિકમાં પણ 30s થી શરૂ કરીને અત્યાર સુધીનું કોઈપણ મ્યુઝિક- ફિલ્મી, ગેરફિલ્મી, વોકલ, ઇન્સ્ટ્રુમેન્ટલ- કાંઈ પણ મૂડ પ્રમાણે સાંભળે છે. ક્યારેક મજાકમાં પોતાને 'ભાનવગરનો' કહે છે !😉 "'ચા' વિના સૂનો સંસાર"માં માને છે.
"તમે કેવાં?" નો જવાબ "અમે બહુ સારા"થી આપે છે !

"થોડો અંતર્મુખી છું. આસાનીથી કોઈ સાથે ભળતો નથી પણ એક વખત મન મળે પછી સાવ અંગતની જેમ ભળી જાઉં છું અને મગજની માલીકોર મ્યુઝ વસે ત્યારે લખું છું.
 (બાય વે, માલીકોર એટલે અંદરની બાજુ અને મ્યુઝ ગ્રીસ-રોમની સરસ્વતી દેવી)
અસ્તુજગત સદા રહે હસતું!"
~  'હાર્દ'

હાર્દિક અહિયાં "હાર્દ"હિટ્સમાં પોતાને ગમતા વિસ્તારમાં મનગમતું અને ફાવતું હિટિંગ કરે છે.

2. ફરઝાના સિવાણી
ફરઝાના સિવાણી

ચંચળતા, સાહિત્ય રસિકતા, વાક્પટુતા, નીડરતા, આખાબોલાપણું બધું જેનામાં એકસાથે , એક સમયે મળે એવી ફરઝાના સિવાણી, પોરબંદર જેનું વતન, ઊર્મિઓમાં વહેતા રહેવું અને જે અનુભવ્યું એને શબ્દોમાં કંડારવું એનો શોખ !!!
પોરબંદર ના આર્યકન્યા ગુરૂકૂળમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની ડિગ્રી મેળવીને ૧૦ વર્ષ પોતાના કૉચીંગ ક્લાસીસમાં પ્રવૃત રહ્યા બાદ હાલ લેખનકળાના ક્ષેત્રે  નાના નાના ડગલાં ભરી રહ્યા છે.
વાંચન અને લેખન ઉપરાંત ટ્રાવેલીંગ, કૂકીંગ અને ડ્રોઈંગ નો શોખ ધરાવે છે. મનોવિજ્ઞાન એમને ગમતો વિષય છેજીવનના અલગ અલગ તબક્કે  મનુષ્ય જે અનુભવે, સંઘર્ષ કરે, ટકી જાય, પડે, ફરી ઊભો થાય, ફરી લડે... બસ સમયના જે તે વ્યક્તિના મનોભાવો વિશે પોતાની ફૅસબૂક વૉલ પર લખતાં હોય છે.
એમના મત્તે એક સારા ડૉક્ટર, એન્જિનિયર, લેખક વગેરે વગેરે વગેરે હોવા કરતાં જરૂરી છે, તમારું એક સારા ઇન્સાન હોવું!

" નાની નાની વાતો માં ખુશ થઇ જવું કે અકળાઇ જવું અને તરત થોડી વારમાં પાછું normal થઇ જવું મારો સ્વભાવ છે અને ઉપરવાળાએ દોસ્તોની બાબતમાં મને બહુ ઈનાયત બખ્શી છે એટલે journey of the life બધા જોડે હસતા, રમતા , રીસાતા , મનાતા સડસડાટ વહી રહી છે. "
ફરઝાના


ફરઝાના બ્લોગ પર " With love; from Me."  નામનાં સૅક્શનમાં Chain of love letters લખે છે, તો આપનો feedback જરુરથી આપજો.

3. સંકેત વર્મા
 સંકેત વર્મા

પ્રોફેશનથી ફાર્માસિસ્ટ, વતનથી ભાવનગરી, દિલોદિમાગથી વાંચનવ્યસની, સંગીતપ્રેમી, મૂવીલવર, ક્યુરિયસ સાયન્સલવર, અગ્નોસ્ટિક. પોલિટિકલી એક સિટીઝન. શોર્ટ સ્ટોરીઝનો  શોખીન. ચાનો ચાહક. જિંદગીની ગણતરીઓમાં જરા કાચો. જરા આળસુ, હાર્ડકોર પ્રોક્રેસ્ટીનેટર. અને સિંગલ 😉.
હાલ અમદાવાદમાં ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીમાં ક્વોલિટી ઓફિસર તરીકે કામ કરતાં આ માણસને નાનપણથી વાંચનનો શોખ હતો. નાનપણથીલગભગ દરેક વાતે ક્યુરિયસ રહેતા જીવને જીવનની, આસપાસની, અંદર અને બહારની ઘણીબધી વાતોમાં રસ પડતો! અને બેઝિક-પાયાના સવાલોના જવાબો શોધવા મથતો ! વાંચનયાત્રા નાનપણમાં ચંપક, ફૂલવાડી, સફારીથી ચાલીને ધીમે ધીમે દુનિયા આખીના પુસ્તકો વાંચવા સુધી પહોંચી. ફૂટતી યુવાનીએ જય વસાવડા અને બક્ષીને વાંચતો થયો. અને ફેન થઇ ગયો. સામાજિક સમસ્યાઓ, સોશિયલ સાઇકોલોજી, ફેન્ટસી એના ગમતા વિષયોમાં છે.
અને સંકેત કહે છે:
"લોકો કહે છે, સંકેત લખે છે સારું !" 😀

આ બ્લોગના કિનારે સંકેત "કપ્સ ઑફ ટી" સેક્શનમાં પોતાને ગમતા વિષયો પર શેરીંગ અને સર્જન કરે છે.

4. અંકિત સાદરિયા
 અંકિત સાદરિયા

"ક્યાંથી શરુ કરવું ખબર નથી પડતી, આજકાલ જે રસ્તે લોકો ચાલે છે રસ્તે ચાલુ છુંજીવનમાં કઈ એવું નવું નથી કરતો કે લોકોને મારી લાઈફ પરથી "અહા!" ફીલિંગ આવે. બસ હું રોજબરોજ જે જીવું છું એન્જોય કરું છું. ખુદ ને પ્રેમ કરું છું. દરેક વસ્તુ , વ્યક્તિ કે સ્થળ ને થોડી અલગ નજરથી જોઉં છું. એમાંથી કઈ શેર કરવા જેવું લાગે અહી વિના સંકોચે શેર કરું છું. "
- અંકિત

અંકિતને પહેલેથી વાંચનનો શોખ રહ્યો છે. લગભગ દસમાં ધોરણમાં હતો ત્યારથી જય વસાવડાને રેગ્યુલર વાંચે છે. વાંચન ઉપરાંત ક્રિકેટ, બ્લોગીંગ, કેરમ, ટ્રાવેલિંગ, બાઇકિંગ, કૂકિંગ વગેરે ગમે છે. નાની વાતમાં ખુશીઓ શોધતો રહે છે. બોરડીમાંથી બોર વીણવામાં ક્યારેક ફાઈવસ્ટાર જેવો આનંદ આવે છે તો ક્યારેક પિઝ્ઝા - બર્ગર ની લિજ્જત પણ માણે  છે. ગુજરાતી ગીતો, ડાયરાઓથી માંડીને લેડી ગાગા, લેનનને પણ માણી લે.
અંકિત એક સોફ્ટવેર એન્જિનિયર છે. હાલ બેંગ્લોર એક સોફ્ટવેર કંપનીમાં જોબ કરે છે.  હોમટાઉન રાજકોટ છે. પ્રાઈમરી શિક્ષણ "જૂની મેંગણી" નામના નાનકડા ગામમાં મેળવ્યું છે. પછી હાઇસ્કૂલ ધોરાજી જેવા ટાઉનમાં અને હાયર એજ્યુકેશન રાજકોટમાં, વીવીપી કોલેજ માંથી IT માં BE  કરેલ છે અને IIIT  બેંગ્લોરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં MTec કર્યું છે. આમ નાના ગામડાથી માંડીને મેટ્રોસિટી સુધીની બધા પ્રકારની લાઈફ જોઈ છે. અને આમાંથી મળેલા અનુભવો અમુલ્ય છે.

"અસ્તવ્યસ્ત" સેક્શનમાં અંકિતની હ્યુમરથી ભરપૂર વાતો વાંચીને લોકોના હોંઠ ઢાંકણમાંથી તગારું બની જાય છે !


5. મૌલિક પંડ્યા
મૌલિક પંડ્યા

મૌલિક ભરતભાઇ પંડયા, એટલા રમતિયાળ કે ઉદાસીનેય હસાવી દે !
ભાવનગરમાં જન્મ અને હાયર સૅકન્ડરી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ફાર્મા ગ્રેજ્યુએશન બેંગાલુરૂમાં (હાલમાં પણ શહેરના પ્રેમમાં) અને અત્યારે છેલ્લા એક વર્ષ થી સચિવાલય, ગાંધીનગર ખાતે DySO તરીકે કાર્યરત છે.
વાંચન ઉપરાંત મૌલિકને મ્યુઝિક સાંભળવું, મૂવીઝ જોવા, મિત્રો સાથે સમય પસાર કરવો અને અવનવા ફિતૂર કરવા (થ્રીલ માટે સ્તો!) ખૂબ પસંદ છે. જમવાના અને ફરવાના શોખીન એવા મૌલિક JVના die hard fan તરીકે અંગત દોસ્તોમાં જાણીતા છે. ક્રિકેટ મૅચીઝ જોવા માટે ગમે તેવા ઉજાગરા ખેંચી નાખે અને સ્કૂલકાળથી સ્ટેજ પર પ્રવૃત રહેવાને લીધે લેખક, નેતા અને અભિનેતા બનવાના છાનાં ઓરતા પણ સેવે!

" ખુશ રહો અને બસ ખુશ રહો ,કોઈ ના સારા કામ કે ગુણોને દિલથી બિરદાવો અને લાઈફને માણી લો કેમકે દરેક ક્ષણ કંઈક લઇ ને કંઈક આપી જાય છે અથવા કંઈક આપીને કંઈક લઇ જાય છે. Try but never Cry. "
~ મૌલિક

સ્વભાવે નિખાલસ મસ્તમૌલાને પોતાના માં-બાપ તથા મિત્રોને ગૌરવ થાય એવું મનભરીને જીવવું છે! JViansમાં હાસ્યસેરો સાથે પ્રવૃત રહે છે અને અહિયાં "મસ્તમૌલાની બેફિકરી વાતો"માં વિવિધ વિષયો પર વિવિધરંગી વાતો કરે છે.

6. ફોઝિયા ઇરફાન
ફોઝિયા ઇરફાન

અનકોમન લાગતા નામ સાથે કોમન વ્યકિતત્વ ધરાવતા ફોઝિયા ઇરફાન ઈઝ ફ્રોમ સ્પાર્કલિંગ ગ્લેમરસ સિટી સૂરત.
પ્રેમાળ પતિ 'ને ત્રણ વ્હાલા બાળકો એજ એમની દૂનિયા! ફુલટાઇમ હોમમેકર! સમય 'ને ટીનએજર સંતાનો વચ્ચે તાલમેલ ગોઠવવા મથતી નવા જમાનાની મોમ.
મેનિયાક કહી શકાય હદ સુધીનો મ્યુઝિકપ્રેમ. વાંચન, કૂકિંગ 'ને એથી વધારે ખાવાનો  શોખ! 'ને શોખ ખાતર કરવું પડતું વર્કઆઉટ- એમની હોબી !

"સોળ વર્ષના લગ્નજીવન પછી અનાયાસે આવી જતી દૂનિયાદારીની સમજ,
વ્યવહારકુશળતા, અરસપરસના 'ને જાતઅનુભવો. બસ એટલું જ જ્ઞાન. ના કોઇ વિશેષ ડીગ્રી, ના કોઇ ખાસ એચિવમેન્ટ. બસ JVians મિત્રોના મારા પરના વિશ્વાસ અને જીવનસાથીએ આપેલી જરુરી મોકળાશના લીધે અહીં છું."
~ ફોઝિયા


7. કુણાલ જોશી
કુણાલ જોશી

કુણાલ જોશી. ઉર્ફે મનમોજી જીવડો🐛 અમદાવાદના રહેવાસી.
ભણતરે વિદ્યુત ઇજનેર છે અને વ્યવસાયે નોકરિયાત માણસપણ રખડવુંભટકવુંવાંચવુંકોઈક કોઈક વાર લખવું  કુણાલના શોખ.
સ્વભાવે મનમોજીરમતિયાળમસ્તીખોરપણ સાથે સાથે સમજુ પણ.
લોકો સાથે વિચાર વિમર્શ કરવાના શોખને કારણે થોડું થોડું લખતા શીખ્યા અને પોતાના વિચારો ને લોકો સમક્ષ મૂકતા શીખ્યા.

મને લખતા તો ખાસ નથી આવડતું એટલે  દિશા માં પ્રયત્ન  કરવો એવું કોણે કીધું એમ વિચારી ને અહીંયા યા હોમ કરીને કૂદી પડ્યો છું ! સાચવી લેજો ને ટપલીઓ મારતા રહેજો કુંભાર માટલું ઘડે એમ તમે બધા મળીને મને ઘડતાં રહેજો !"
~  કુણાલ


8. રવિ યાદવ
રવિ યાદવ


બેઝિકલી ભાવનગરના વતની પરંતુ હાલ દુબઈમાં એક મલ્ટીનેશનલ  કંપનીમાં અકાઉન્ટન્ટ તરીકે કાર્યરત. જિંદગીની દરેક પળને મોજથી જીવી જાણવી અને દરેક વાતને બની શકે તેટલી હસી-મજાકમાં લઈને હળવાશથી તેનું સોલ્યુશન મેળવવું એમની પર્સનાલિટીની ઓળખ છે. કહે છે, "ઑલવેય્ઝ હસતા રહેવામાં મજા છે".
સમજવા લાગ્યા ત્યારથી વાંચવાનો શોખ આપોઆપ જાગી ચૂક્યો હતો જેના પરિણામ સ્વરૂપે હાથમાં જે સાહિત્ય આવતું તે વાંચી જતા અને શોખ વિસ્તરતો ગયો. વિવિધ લેખકોની બુક્સ વાંચવાની શરૂઆત થઈ અને ધીમે ધીમે લખતા પણ થયાલખવાની શરૂઆત થઇ અછાંદસ કવિતાઓ અને આર્ટિકલ્સથી અને ધીમે ધીમે તેમાં અનુભવ આવતા ટૂંકી વાર્તાઓ અને લઘુનવલકથાઓ લખવાનું શરુ કર્યું અને લોકોએ પસંદ પણ કર્યું.
જિંદગીમાં સૌથી મોટો શોખ- ફિલ્મો જોવાનો. અને દુબઈ આવતા શોખ વધી ગયો. જેના કારણે ફિલ્મના રીવ્યુ આપવાની શરૂઆત કરી જેને પણ લોકોએ દિલથી વધાવી લીધા.
પોતાની લેખન-સફર વિષે રવિ ઉવાચ:
"મારી લેખન-સફર હવે મારા મૃત્યુ સાથે પુરી થશે!"   

બ્લોગના પ્રવાસીઓને રવિનો આવકાર, એના શબ્દોમાં:
"અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આશા રાખીએ કે તમે બ્લોગમાંથી કશુંક નવું જાણીને મેળવીને જશો. અને અચૂક બ્લોગની મુલાકાત લેતા રહેશો.
જય શ્રી કૃષ્ણ."



9. બેલા શાહ

અમદાવાદના રહેવાસી બેલા શાહ મધુર મુસ્કાન અને અવાજના મલિકા છે. સ્મિત અને અવાજને ઈશ્વરની ભેટ માને છે. B.Com, LLB સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલ પોસ્ટમાં નાની બચતમાં એજન્ટ છે.


મા સાથે સમય વિતાવવો એમને સૌથી વધારે પસંદ છે. નાની નાની વાતો અને ચીજોમાંથી ખુશી મેળવી લે છે. ફાજલ સમયમાં સંગીત સાંભળવું, પુસ્તકો વાંચવા, મિત્રો સાથે outings પર જવું પસંદ કરે છે. "Simple living, high thinking"ની જીવનશૈલીને ફોલો કરે છે.

"જિંદગી બહુ ખૂબસૂરત છે. ઈશ્વરની અનમોલ ભેટ છે, તો બસ એને મનભરીને ખુલ્લા દિલે જીવી લો. 'હસો હસાવો, શીખો શીખવો, જીયો ઔર જીને દો.' બસ મારી લાઈફનો ફંડા છે. જીયો દિલસે દોસ્તો. 😊"
 ~ બેલા શાહ

10. ડૉ. મેઘના ભટ્ટ

ડૉ. મેઘના ભટ્ટ ભાષાવિજ્ઞાની છે. Computational Gujarati Grammar પર કામ કરે છે. વતન વડોદરા પરંતુ જન્મ અને ભણતર અમદાવાદનું છે. હાલ બંગાળી મિત્ર સાથે લગ્ન કરીને ચેન્નઈમાં રહે છે.

"જીવન એટલે સતત ઉત્સવ" એમની સરળ ફિલસૂફી છે. ભગવાન જે આપે છે તેને
બે હાથેથી વધાવી લેવામાં માને છે અને કહે છે, "પોતાના જીવન માટે વ્યક્તિ પોતે જવાબદાર હોય છે".  વાંચન કરવું, નવી નવી જગ્યાઓએ ફરવું, નિત કાંઈ નવું કરવું એમનો શોખ છે. દરરોજ બહેતર બનતાં જવું એને જીવન કહે છે.

"મને કુદરત ગમે છે. વૃક્ષ અને પહાડ મને આકર્ષે છે. જેના આંગણે વૃક્ષ નથી એને હું ઘર માનતી નથી. I am absolutely in love with myself and my life."
 ~ ડૉ. મેઘના ભટ્ટ

11. સ્વાતિ પાઉં
સ્વાતિ પાઉં

રંગીલા રાજકોટ શહેરમાં રહેતાં સ્વાતિ ભાવિક પાઉં પોતાને () ગૃહિણી કહેવાનું પસંદ કરે છે. B.Com પછી D.C.S સુધી અભ્યાસ કર્યો છે.

સ્વાતિ પોતાનાં દીકરા કાવ્યને પોતાનું કાવ્ય કહે છે. ગરબા, ડાન્સ અને સંગીત માટે પાગલ છે.

એમનો લાઈફ-ફન્ડા છે "લવ, લાફ, લિવ એન્ડ લેટ લિવ."

"હું સર...મતલબ...જય સર ની જબરદસ્ત ફેન😎 છું... અને... આઇ લવ માધુરી દીક્ષિત...😍અને મોરારી બાપુ 🙏.
જો કે... મને વાંચતા આવડે છે, નહિ કે સારું લખતા. સો, આટલો પણ ત્રાસ સહન કરવા બદલ આભાર.😊😊"
 ~સ્વાતિ ભાવિક પાઉં

12. નૈમિષ પટેલ
નૈમિષ પટેલ

ગોંડલમાં જન્મેલાં અને મોટા થયેલાં નૈમિષ પટેલ JVનાં શહેરનાં હોવાથી ગૌરવ અનુભવે છે. MBA સુધી શિક્ષણ મેળવીને હાલ પોતાનો બિઝનેસ સંભાળે છે. વક્તૃત્વ સ્પર્ધાનાની તૈયારી માટે JVના લેખ વાંચતા અને પછી જરૂરિયાત શોખ બની ગઈ.  JVians ગ્રૂપના કન્વર્ઝેશન્સ ક્યારેય વાંચ્યા વગર ડિલિટ નથી કરતાં અને કન્વર્ઝેશન્સ માંથી ઘણું શીખ્યા હોવાનો સહર્ષ સ્વીકાર કરે છે. બ્લોગના માધ્યમથી વધુ જ્ઞાન મેળવવાની અપેક્ષા રાખે છે. કોઈપણ સમયે planetjvની કોઈપણ પોસ્ટ વાંચવાની પસંદ કરે છે અને JV સાથેના સબંધને ગુરુ દ્રોણ અને એકલવ્યના સબંધ સાથે સરખાવે છે. JVને blindly નહિં પણ heartily ફૉલો કરે છે.

"બ્લોગ ખૂબ સરસ બને, ગુજરાતી ભાષાનો નંબર 1 બ્લોગ બને, સૌની માટે ઉપયોગી બને અને પ્રેરણાદાયક બને એવી હું સમગ્ર ગ્રૂપને શુભેચ્છા પાઠવું છું."
 ~ નૈમિષ પટેલ

13. ચિતાર ઓધારિયા
ચિતાર ઓધારિયા

ચિતાર અરવિંદ ઓધારિયા કલાનગરી ભાવનગરના રહેવાસી, ગ્રેજ્યુએશન કોમર્સમાં, પોસ્ટ ગ્રેજ્યુએશન જર્નાલિઝમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કરી અત્યારે ઇલેક્ટ્રોનિક્સ બિઝનેસ ની દુનિયામાં છબછબિયાં કરે છે!
પપ્પા કવિ અને એમાં પણ શિક્ષક ! તો એમના તરફથી વાંચવાનો શોખ ચિતારને વારસામાં મળ્યો છે. વાંચન ઉપરાંત ચિતારને photographyનો પણ શોખ ખરો. સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપતા રહે છે. ગઝલો અને ચાના શોખીન એવા ચિતાર સ્વભાવે શાંત અને ઠરેલ છે.
"જે.વી.ના ચાહકોના બ્લોગના પાયાના સભ્યમાં સ્થાન પામતા હર્ષ સાથે ગર્વ અનુભવું છું."
ચિતાર

14. યશેષ વેગલ

યશેષ વેગલ

રાજકોટના વતની યશેષ વેગલએ BE (EC)સુધી અભ્યાસ કર્યો છે.
યશેષ કંઈક અલગ કરવામાં માને છે. વિવિધ ભાષાઓમાં વાંચનનો શોખ છે. ખાસ કરીને અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય.
એમના જીવનનો ધ્યેય આખા વિશ્વમાં ખુશી ફેલાવવાનો છે અને હંમેશા પ્રયત્ન કરતા રહે છે કે દરેક માણસનો વિશ્વાસ જીતી શકે.
વ્યવસાયિક રીતે યશેષ એક ઉદ્યોગસાહસિક છે. સામાજિક કાર્યોમાં સ્વયંસેવકની ભૂમિકા પણ ભજવે છે.

"મારી પ્રકૃતિ પ્રમાણે હું એક લડવૈયો છું, ગમે તેવી પરિસ્થિતિમાં પણ પાછીપાની કરનારો લડવૈયો! કેમ કે મને પોતાના પર ભરોસો છે! અને છેલ્લે હું એક સ્વપ્નદ્રષ્ટા છું!"
 ~ યશેષ વેગલ

15. તેજસ લાખાણી
તેજસ લાખાણી

પોરબંદરના વતની તેજસ લાખાણીએ M.Sc. I.T. સુધી અભ્યાસ કર્યો છે.
ચલચિત્રો જોવા, વાંચન, ક્રિકેટ અને ટેબલટેનિસ રમવું, વેબસાઇટ બનાવવી, મનગમતું ઈન્ટરનેટ-સર્ફિંગ કરવું, હિલસ્ટેશનો પર ફરવું એમને ગમે છે. સરખી વિચારસરણીના લોકોને મળવુ તેમજ નવા મિત્રો બનાવવા ગમે છે.

લખવાનો શોખ ખરો, પણ ખાસ કાઇ ફાવે નહિ! તેઓ જીવનમા જે કાઇ પણ શીખ્યા તેનો મહતમ શ્રેય જયભાઇ વસાવડા, કાજલબેન ઓઝા, તેમજ લાયન્સ ક્લબના મિત્ર વર્તુળ અને જેવીઅન્સ ગ્રુપને આપે છે.

વ્યવસાયે રિયલ એસ્ટેટનું કામ કરે છે. લાયન્સ ક્લબ પોરબંદરના પૂર્વપ્રમુખ છે. વર્ષે ઝોન-ચેરપર્સન તરીકે સેવા આપી રહ્યા છે.

"એક પત્ની(હા.. એક્જ પત્ની હો, કોઇએ ટિપ્પણી કરવી નહિ😄😄 ) અને એક 4 વર્ષની પુત્રી સાથે શાંતિથી જીવન વ્યતિત કરું છું. અશોકા જેવી સિરિયલો જોવી ગમે છે. સવારે વહેલા ઉઠીને યોગા કરવા તેમજ ચાલવા જવું ગમે છે પણ હું દ્રઢપણે માનું છું કે નીંદરના ભોગે યોગા અને વોકીંગ કરાય!!😉"
 ~ તેજસ લાખાણી

16. કંદર્પ દેવાશ્રયી
કંદર્પ દેવાશ્રયી

જન્મે બ્રાહ્મણ એવા કંદર્પ દેવાશ્રયી, પહેલું પાણી અમદાવાદનાં શાહ અટક ધારી ડૉક્ટરનાં હોસ્પિટલનું પીધું હોવાનાં કારણે કર્મે વણિક બન્યા હોવાનું કહે છે! જન્મ પછી વડોદરામાં રહેવાનું થયું અને એમને અભ્યાસ કરાવવાના પ્રયત્નો પણ ત્યાં ... એટલે બધાના પ્રયત્નોને માન આપી ને માંડ માંડ 12th પાસ થઇ ગયા!

પછી તો વાણિયાનું દિમાગ ને બ્રાહ્મણની વિદ્યા ભેગી કરીને IT industry માં network security ફિલ્ડમાં Techno-Commercial (Tony Stark જેવા) બન્યા અને એટલે Technical Head અને Sales Director બે designation એક સાથે ધરાવે છે.

એમનું કામ corporate અને governmentના data ને હેકિંગથી બચાવાનું એટલે જરાક સુપરહીરો જેવી ફિલિંગ આવી જાય ક્યારેક એમને, એમાં પાછું Iron Man ઉર્ફ Tony Stark એમનાં ફેવરીટ છે!!!

"જયભાઈ પણ મને વર્ષોથી Tony Stark જેવા લાગતા, હજી પણ લાગે છે, એટલે એમને વાંચવાની ને સાથે એમને સમજવાની મજા આવી છે દર વખતે. એમને વાંચવાના ક્યારથી ચાલું કર્યું તો પાકું યાદ નથી. લગભગ 97-98 ની આસપાસથી. 'ને ત્યારથી લઇ ને હજી સુધી જયભાઈ સાતત્ય સાથે લખે છે ને હું સાતત્યથી વાંચું છું, true JVian બનીને! ને એટલે હું આજે ગ્રુપનો એક હિસ્સો છું ને મને એનો ગર્વ છે."

 ~ કંદર્પ દેવાશ્રયી

17. પાર્થ દવે
પાર્થ દવે

"અહમ"દાવાદ જ એમની જન્મ અને કર્મભૂમિ. પણ પાર્થ કહે છે એણે બહુ "અહમ" જેવું રાખ્યું નથી. પાર્થ ઉવાચ:
"હિંદુ સંસ્કૃતિમાં કહેવાય છે કે નામ એ માણસની અવ્યાખ્યાયિત ઓળખ છે. મારું નામ તો પાર્થ છે, હવે એ જાણવું રહ્યું કે ગુણો પણ નામ જેવા છે કે નહિ! હા, મેં પાર્થ જેવી રાજસી જીવનશૈલી થોડી ગ્રહણ કરી છે! 😉"
પાર્થનું માનવું છે કે ભણવું તો રોજેરોજ જરૂરી છે અને રોજેરોજ નવા શિક્ષકો એને ભણાવે છે. પણ  લૌકિક રીતે વિચારીએ તો એમણે Post Graduation in Diploma in Business Management in Corporate IT કરેલ છે. અને અત્યારે કોર્પોરેટ IT કંપનીઝ માટે પ્રોજેક્ટ્સ કરે છે.

ઘણા બધા શોખ ધરાવતા પાર્થના મુખ્ય શોખ કૂકિંગ અને રિડિંગ છે. આત્મકથા અને અધ્યાત્મિક પુસ્તકો વાંચવા ગમે છે અને ક્યારેક ક્યારેક કવિતાઓ પણ લખે છે. 'જીવો અને જીવવા દો' એ એમનો જીવનમંત્ર છે.

18. 
 વિરાજ ભટ્ટ પંડ્યા. 
વિરાજ ભટ્ટ પંડ્યા.


જન્મથી ભાવનગરી , 2006 થી 2012  સુધી સુરત રહ્યાં બાદ પોતાની જાતને સુરત વાસી કહેવડાવવું પણ ગમે છે.
ભાવનગરમાં એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાંથી બી.એ સુધીનો અભ્યાસ કર્યા બાદ હાલ હાઉસ વાઇફ તરીકે  ક્યારેય નિવૃત ના થવાય એવી પોસ્ટ પર ફરજ બજાવે છે.
              વાક્ચાતુર્ય, હાજરજવાબીપણું, નિખાલસ,  બોલ્ડ, બિન્દાસ એવી વિરાજને નાનપણથી જ વાર્તા અને અવનવું વાંચવાનો શોખ . રોજ બપોર આખી વાંચવામાં જ જાય અને રાતે સુતા પહેલાં પાપા કે મમ્મી પાસેથી કોઈ એક વાર્તા સાંભળવાની ટેવ.  એમનું બાળપણ ખુબજ લાડ અને નીડરતામાં  વિતેલું ,હાલ પતિ,  એક દીકરા અને સાસુ સસરા સાથે ખુશહાલ  જિંદગી વિતાવે છે. જૂની માન્યતાઓ અને જડ રિવાજોમાંથી બહાર આવી ક્યારે ભારત સાચેમાં આઝાદ થાય એની રાહમાં છે.
                   " સંયુક્ત 35 માણસોના કુટુંબમાં બાળપણ અને કિશોરાવસ્થા  પસાર થયા પછી અજીબ જ નીડરતા મારામાં આવી ગઈ. આપણે સાચા હોઈએ તો હથિયાર ક્યાંય નીચા ના મુકવાની  ટેવ છે ,ભલે પછી સામે કોઈ પણ હોય. નજર સામે જ ખોટું થતું જોઈ શકતી નથી . લખું છું, બિન્દાસ્ત લખું છું . મારા માટે લખું છું . કોઈ શું કહે એ વિચારવાની થોડી તો શું સહેજ  પણ ટેવ નથી . છતાંય આસપાસ બધા ખુશ રહે એનું બને ત્યાં સુધી ધ્યાન રાખું છું, ખુશ રહુ છું , મારી મોજમાં રહુ છું.    સ્વતંત્ર છું , સ્વચ્છંદ નહીં . નડતી નથી ને કોઈને નડવા દેતી પણ નથી . "

19. ધરા દક્ષિણી
ધરા દક્ષિણી
ધરા ચોટીલા પાસેના થાનગઢ ગામના મૂળ રહેવાસી છે. હાલ અમદાવાદ રહીને સી.એ. ફાઇનલનો અભ્યાસ કરે છે. આંકડાઓ સાથે મસ્તી કરવાની સમાંતર પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જવું અને શબ્દો સાથે રમત રમવી એ એમનો શોખ છે.!

" આમ તો મારું નામ ધરા ઉમેશભાઈ દક્ષિણી છે,
પણ મારા શબ્દો જ મારી ઓળખાણ બને એવું હું ઇચ્છુ.!"
~ ધરા દક્ષિણી

20. પુનિત ત્રિવેદી.
પુનિત ત્રિવેદી


બોર્ન અને બ્રોટઅપ એટ ભાવનગર ઓન્લી શ્રી દક્ષિણામૂર્તિ ના  વિદ્યાર્થી  અને વ્યવસાયે વકીલ.
ભાવનાગરમાંજ રહીને B Com અને  ત્યારબાદ LLB- Advocate ની ડિગ્રી મેળવેલ છે. વકીલાત તેને વારસા માં મળી છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ના અમુક જિલ્લાઓ માં તેઓ વકીલાત ની પ્રેક્ટિસ કરે છે અને ઘણી સારી/ખાનગી કંપનીઓના લિગલ-એડ્વાઇઝર છે 
તેના પત્ની પણ વકીલ છે અને પ્રેકટીસ પણ કરે છે. તેઓ ને એક પુત્ર નામે દૈવત છે. તેઓ સ્વભાવે હસનમોલા અને મિલનસાર એન્ડ થોડા ઘણા અંશે તોફાની ખરા. તેના તાલીમીત્રો-એફ.બી  મિત્રો  અનેક પણ તેઓને અંગત રીતે ઓળખી શક્યા હોય તેવા બહુ જૂજ. તેનો મુખ્ય શોખ ડ્રાઇવિંગ અને અવનવી ચીજવસ્તુઓ ખાવાનો. મ્યુઝિક પણ એક શોખ પણ એડિકટેડ નહીં .
JVians માં એક મિત્ર મારફત જોડાયા. ગ્રૂપ માં બહુ ઓછું લખે છે પણ દિવસ ના અંતે ગ્રૂપ માં જે કઈ પોસ્ટ થાય તે વાંચી તો લે જ, પણ પ્રતિક્રિયા આપવામાં થોડા મોડા છે, કદાચ તેંનું કારણ તેનું વ્યસ્ત શેડયુલ હોય શકે.
જીવન નો ફંડા :- ખુશ રેહવું અને બને ત્યાં સુધી કોઈ ને નડવું નહીં, અને જો નડવું તો કોઈ કાળે  પાછા પડવું નહીં ....!!

-પુનિત ત્રિવેદી.

21.  ગિરા પાઠક

જન્મભૂમિ ભાવનગર અને કર્મભૂમિ અમદાવાદના રેહવાસી ગિરા પાઠક પોતાને ગિરા તરીકે જ ઓળખાવાનુ પસંદ કરે છે...આમ તો અમિત અંધારિયા ના પત્ની અને માનુષ ના મમ્મી હોવુ તે ઍક સિધ્ધિ જ છે...!!!!! હા... હા..
અમદાવાદ મા દીવાન બલ્લુભાઇ સ્કૂલ મા ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.. 
વાંચવાનો  અઢળક શોખ છે..સાથે લખવાનો પણ ખરો.. દીકરા સાથે રમવુ તે ગમતી પ્રવુત્તી છે..

22. પાર્થ શર્મા 
પાર્થ શર્મા

નામ:  પાર્થ શર્મા
રહેવાસી:  પૃથ્વી લોકે..ભારત દેશે..ગુજરાત રાજ્યે..કર્ણાવતીનગરે..રખિયાલ ગામે..બાપુનગરે વસતે.
વ્યવસાયે: ભણેલો ગણેલો બુદ્ધિશાળી કડિયો (સિવીલ ઈજનેર) અને ગામ આખાની પંચાત કરતો વ્યકિત.

મનગમતુ: હરવાફરવાનુ..વાંચવાનુ..
ભરવરસાદે ડ્રાઈવિંગ તથા બોટીંગ કરવાનો શોખ..સાથે રસ્તે આવતા જતાં કેમેરામાં પિક્ચર કંડારવાની (ફોટોગ્રાફી) કરવાની આદત..સાથે થોડુ થોડુ લખતાં આવડે એ શોખ.

જીવન જીવવાની કળા(લાઈફ સ્ટાઈલ): અત્યારના જમાનાની મોર્ડન લાઈફ સ્ટાયલ ને અનુસાર..પાર્ટીવેર..ફોર્મલવેર..તથા સમયાનુસાર ને કાર્યક્રમનુસાર બદલાતી સ્ટાયલ..

23. હર્ષ કે. પંડ્યા. 
હર્ષ કે. પંડ્યા.

જન્મભૂમિ ભાવનગર, ભણતરભૂમિ ભાવનગર, રાજકોટ. કર્મભૂમિ ભાવનગર અને અમદાવાદ. ભણતરથી એન્જિનિયર, એમ.બી.એ. અને મેનેજમેન્ટમાં પી.એચ.ડી. ચાલે છે. વાંચન-ભૂતનો વળગાડ છેક બાળપણથી છે. (જે ઉતરવાનો હોય એવું આ જન્મારે લાગતું નથી. ;) )

લાઇફનો ફંડા - એ જ કે લાઇફનો કોઈ ફંડા હોતો નથી :P . આવડે એમ જીવ્યે જાઓ અને  શિખતા જાઓ. 

શોખ - વાંચવું, લખવું, સંગીત સાંભળવું, ખાવું-પીવું-ફરવું (આ ત્રણેય ગમે તે ક્રમમાં ચાલે ;) ) [Disclaimer: અને આ બધું તો થાય જો  પૈસા કમાઈએ.. ;) ] 

દિલમાં મોરપીંછ ફરે એવી કાયમી ઇચ્છાઓ- જીવનસાથી સાથે સમય વિતાવવો, JV સાથે દિનરાત વાતો કરવી, સ્વજનો-મિત્રો-હમનિવાલા-હમખયાલી લોકો સાથે બધા માસ્ક ઉતારીને વાતોના તડાકા મારવા... :)

24. ધવલ ખાટસુરીયા
ધવલ ખાટસુરીયા

.
ભાવનગર માં જન્મ, ભાવનગર માં અભ્યાસ અને ભાવનગર માં જ કર્મ... 
લાગણીથી નિતરતો... બહુ જલ્દી મિત્રો બનાવતો...  સર ભાવસિંહ જી પોલીટેક્નીક માં ડિપ્લોમાં ઈન સિવિલ એન્જીનીયરીંગ કર્યું.. 
હજી સેટ થાઉં એ પહેલા પિતા ના અવસાન થી ઘર ની અને ધંધા ની બધી જવાબદારી મારી પર આવી ગઈ... એટલે ઘર ના ધંધા ચલાવવાની જવાબદારી સ્વીકારી લીધી... ન્યૂઝપેપર એજન્ટ અને પાન ની દુકાન... નવરાશ ની પળો માં વાંચવું, મુવી જોવા, સંગીત સાંભળવું, અને નાસ્તા કરવાનો જબરો શોખ... પ્રતિભાવો અને અનુભવો ને સરળ શબ્દો માં લખવા નું(બહુ અઘરી અઘરી ભાષા માં ના ફાવે).
ભાવનગર માં જન્મ, ભાવનગર માં અભ્યાસ અને ભાવનગર માં જ કર્મ... 
લાગણીથી નિતરતો... બહુ જલ્દી મિત્રો બનાવતો...  સર ભાવસિંહ જી પોલીટેક્નીક માં ડિપ્લોમાં ઈન સિવિલ એન્જીનીયરીંગ કર્યું.. 
હજી સેટ થાઉં એ પહેલા પિતા ના અવસાન થી ઘર ની અને ધંધા ની બધી જવાબદારી મારી પર આવી ગઈ... એટલે ઘર ના ધંધા ચલાવવાની જવાબદારી સ્વીકારી લીધી... ન્યૂઝપેપર એજન્ટ અને પાન ની દુકાન... નવરાશ ની પળો માં વાંચવું, મુવી જોવા, સંગીત સાંભળવું, અને નાસ્તા કરવાનો જબરો શોખ... પ્રતિભાવો અને અનુભવો ને સરળ શબ્દો માં લખવા નું(બહુ અઘરી અઘરી ભાષા માં ના ફાવે)

25. પૂનમ ગણાત્રા 
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः

Don't mix and mess, personal, professional and social
things !"
- PG -

પુચ્છ વિનાની મગરી....
માયા નગરીથી પૂનમ ગણાત્રા,

વાંચનન વારસો વ્યસનની જેમ,
ઓશો થી અમ્રુતા... ચોપાઈ થી ચાર લાઇનની ટૂંકી વાર્તા... જગ્ગી વાસુદેવથી જય વસાવડા...

પેઈન્ટીંગ, ક્રાફ્ટ, થોડો સેમી ક્લાસિકલ ( રાગો ) નો અભ્યાસ, નવી જગ્યા જોવી જાણવી ને મન ભરી માણવી ગમે, સ્વભાવે અંતર્મુખી, અાયુર્વેદમાં રસ અને થોડી જાણકારી પણ ખરી...
હસો... જીયો... મુસ્કુરાઓ, કયાં પતા કલ હો ના હો, ( બાપૂ ના શબ્દોમાં કહુ તો " પલમાં જીયો બાપ..." )

" Life is university I'm student, Always. "

- PG -

26. વૈભવ અમીન
વૈભવ અમીન
નામ વૈભવ જગદીશભાઇ અમીન, જન્મ સાબરકાંઠાના ઈડરમાં. હા, પેલું લોકગીત છે ને "અમે ઇડરિયો ગઢ જીત્યા રે" એ જ ઇડર. જન્મ પ્રાકૃતિક ડુંગરોથી ઘેરાયેલા ઇડરમાં અને પ્રાથમિક શિક્ષણ શહેરી રીતભાત અને જીવનશૈલીથી તદ્દન અજાણ એવા છોટા ઉદેપુર જિલ્લાના એક નાના ગામડામાં. માધ્યમિક શિક્ષણ દરિયાની નજીક આવેલા ખંભાતમાં અને ઉચ્ચતર માધ્યમિક પાછું ઇડરમાં. વતનની ગિલ્લોલમાંથી છૂટ્યો તો સીધો ગુજરાતના સ્વર્ગ જેવા વલ્લભ વિદ્યાનગરમાં આવીને પડ્યો. વિદ્યાનગરમાં ચાર વર્ષ મિકેનિકલ એન્જીનીયરીંગ કરવાની સાથે સાથે બીજુ પણ ઘણું બધું કર્યું, જે ક્યારેક લેખણીમાંથી ટપકી જાય છે 'ને મારી સાથે બીજા લોકોની પણ કૉલેજ લાઈફ પરથી યાદોની ધૂળ હટાવી જાય છે. 

કૉલેજ પતાવ્યા પછી મન-મરજીથી લગભગ ત્રણેક વર્ષ બેકાર રહીને જિંદગીને એ રીતે પણ માણી છે. અને હાલ બક્ષીની નગરી પાલનપુરમાં ગુજરાત સરકારના કર્મચારી તરીકે ફરજ બજાવું છું. કોઈ ખાસ સ્થળ કે સ્થિતી માટે કોઈ વિશેષ લગાવ જેવું નથી. મૂળિયાં-સમેત ઉખડયા પછી બીજે બીજની જેમ ફેંકાઈને પાંગરી શકું છું, વિકસી શકું છું, મહોરી શકું છું. જીવનની એનાં દરેક તબક્કે ઉજાણી કરી છે. આજે અહિં છું, કાલે ક્યાં હોઈશ એની ખબર કે પરવા બંને નથી. વાતો કરવાનો, વિચારવાનો અને વિહરવાનો શોખ છે. મિજાજ થોડો વિદ્રોહી અને થોડો મિલનસાર સ્વભાવ છે. મારી લગભગ દરેક વસ્તુમાં બંને છેડાના અંતિમોની એકસાથે હાજરી જોવા મળે, મારા આ નાનકડા દેહમાં બે જીવ જીવે છે એવું લાગતું રહેતું હોવાથી ખુદને "ડ્યુઅલ પર્સનાલિટી ડિસઓર્ડર"નો શિકાર સમજુ છું. તોફાન અને શાંતિને સાથે લઇને ચાલુ છું. જે સમજું છું, એ માનું છું; જે માનું છું, એમ જીવું છું. "उत्सव आमार जाति, आनंद आमार गोत्र"ની ફિલોસોફીમાં વિશ્વાસ રાખું છું. 

ક્યારેક કંઇક લખી લઉં છું, 'ને લખીને તરત લોકદરબારમાં રાખી પણ દઉં છું. કોઇના કહેવાથી, વિનંતીથી, સૂચનથી, પોરસ ચડાવવાથી કે કોઈની ફરમાઈશ પર લખતો નથી, લખી નથી શકતો. અંતરમાં ઊભરો આવે તો અને ત્યારે જ એ લાગણીઓને શબ્દો આપું છું. બાકીના સમયમાં વાંચું છું, વાતો કરું છું ને વિહરું છું. મારે તો મન મળે ત્યાં મેળો. :)

27. હિમાંશુ રાસ્તે

આમ ક્ચ્છ-ભુજ(માધાપર)ના વતની, જન્મે મુંબઈકર બાકી નખશિખ કચ્છી એટલે કે સૂકી ધરાનું હેતાળ હૈયું.

એમ.એ. સુધી અભ્યાસ કરેલા અને હાલ પ્રાઇવેટ બેંંકમાં કાર્યરત હિમાંશુની સાહિત્ય સાથે નિકટતા ક્યારે વધી એનો એને ખ્યાલ નથી. સ્પોર્ટ્સ રમે છે સંગીત શીખે છે, ઓછા વાંચનને નબળાઈ માને છે પણ વિડિયો અને સાત્ત્વિક ચર્ચાઓનો ભાગ અચૂક બને છે. એણે જયભાઈનો વિડિયો "નવી નજરે ગીતા" જોયા બાદ એમના વિડિયો જોવાની સફર હજુ અવિરત ચાલુ રહી છે. લખવાની કોશિશ કરી રહ્યા છે અને કંઈક આવુ કહે છે:

"ખૂટતા નથી શબ્દો ખુશી-ખેદનાં, શબ્દો જ રહેશે શાશ્વત ભલે દેહ જીવંત હોય કે નશ્વર..." 
 -હિમ (હિમાંશુ રાસ્તે)

28. ચિંતન હર્ષદ રાજગોર

'મુંબઇ' એ એની જન્મ ને કર્મ ભૂમિ. ડિપ્લોમા ઈન કેમિકલ એન્જિનિયરીંગ કરેલ છે અને હાલ ભારતની એક માત્ર પ્રાઇવેટ સેક્ટરની ઑઇલ રિફાઇનરીના રિસર્ચ ઍક્ઝીક્યુટીવ છે. આ ભાઈનું આગળ ભણતર હજી ચાલુ જ છે.
નામ પ્રમાણે જ ગુણ ધરાવનારો આ ચિંતન. અવનવું, સારું ને ઇનોવેટીવ...આખો દિવસ ચિંતન કરવાની ટેવ. મિત્રો સમક્ષ પોતાના મંતવ્યો વિચારીને જ વ્યકત કરનાર, મસ્તીખોર અને ચંચળ સ્વભાવવાળા ચિંતનને  ટ્રાવેલીંગ નો 'શોક' ઘણો...(મુંબઇ લોકલ😢)
 શેરબજાર, ઈક્વીટી, કોમોડિટી... આવા વિષયોમાં જેનો ટપ્પોય ન પડે એવા આ ચિંતનને, સ્ટીફન હૉકિંગની બુક હોય કે પાનના ગલ્લાની 'ઍડ ડિસ્પ્લે' બધુ ઇમ્પૉર્ટન્ટ લાગે વાંચવું. સેક્યુલર રીડર...😜
હાઇપર કયૂર્યોસિટીના શિકાર થયેલા આ ભાઈ, જે વિષયમાં રસ પડે કે તરત એની બુક વસાવી લે..(ખબર નહીં વાંચતો પણ હશે કે નૈં). 
"Who moved my cheeze"- by Dr. Spencer Johnson થી માંડી મહાદેવભાઈની ડાયરી" સંગ્રહી રાખી છે.

'જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતા જતાં
હારને હાર માની નથી'
    – મકરન્દ દવે 

કર્મ નાં સિદ્ધાંતમાં માનવાવાળો આ જીવ, "નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન" ની ફિલોસોફી ને અનુસરે છે અંગત જીવનમાં.
ચિંતનનું માનવું છે કે -જો તમને કોઈ ચીજ કે વિષય ગમી જાય તો તમે એની પાછળ તમારું સર્વશ્રેષ્ટ આપવાનું પસંદ કરો એ સ્વાભાવિક છે- બસ આવી જ  ફીલિંગ્સ છે JV.. JVians...ને એમનાં તમામ બ્લોગ્સ માટે"
ચિંતન હર્ષદ રાજગોર
     

7 Responses to "About JVians"